Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને માંડવી તાલુકા માટે બે નવી મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાયું

Share

વાંકલ – Emri ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મેડિકલ મોબાઈલ યુનિટ દ્વારા ઉમરપાડા અને માંડવી તાલુકાના અંતરીયાળ ગામોમાં છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ કરવામાં આવી હતી. આ સેવામાં વધુ બે મોબાઈલ મેડિકલવાન તા.૮ મી સપ્ટેમ્બરના રોજથી શરૂ કરવામાં આવી છે. આ ઉદ્દઘાટનના પ્રસંગે માંડવી અને ઉમરપાડાનાં THO ઓફિસ સ્ટાફ, સી.એચ.સી. હોસ્પિટલ સ્ટાફ તેમજ emri ગ્રીન હેલ્થ સર્વિસનાં mhu સ્ટાફ, ૧૦૮ સ્ટાફ અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા બે મોબાઈલ યુનિટ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ મોબાઈલ યુનિટ દ્વારા એક અઠવાડિયામાં ઉમરપાડાની આજુબાજુના ૨૫થી વધુ અને માંડવીમાં એક અઠવાડિયામાં ૨૦ થી વધુ ગામોમાં જઈ લોકોની વિનામુલ્યે સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે. આ મોબાઈલવાનમાં ડૉકટર, ફાર્મા સિસ્ટ પેરામેડીક, પાઈલોટનો સમાવેશ થાય છે. આ એમ્બ્યુલન્સ દ્વારા રોજે રોજ ગામે ગામ જઈ ઑપીડી દરેક જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓ આપી બી. પી. ચેકઅપ, ડાયાબિટીસના દર્દીઓને રીપૉર્ટે કરી આપવામાં આવે છે. સગર્ભાવસ્થા બહેનો માટે તથા અન્યના લોહીના તથા પેશાબના રીપોર્ટ સહિત બ્લડ ચેકઅપ કરી પ્રસુતિ વાળી બહેનોને નાના બાળકની સાર સંભાળ કઈ રીતે રાખવી તેની સમજણ તથા માર્ગદર્શન આપવામાં આવે છે. ગામના લોકોને જુદા જુદા રોગ વિશે અવરનેશ આપીને રોગચાળો ફેલાતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ઝઘડીયા તાલુકાના નવા મંજુર થયેલ રસ્તાઓનુ નિરિક્ષણ કર્યું.

ProudOfGujarat

બોલો કયા બજારમાં લખાવવું છે : અંકલેશ્વરમાં આંકડાનાં જુગારનાં અડ્ડાનો વીડિયો વાયરલ, પોલીસ બે નંબરીઓ સામે ઢીલી પડી ?

ProudOfGujarat

ભરૂચ : આમોદ રેવા સુગર નજીક સેન્ટ્રો કારમાંઆગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!