વડોદરા જિલ્લાના કરજણ સ્થિત કેરિયર ટ્યુશન ક્લાસીસમાં કરજણ ફાયર વિભાગ દ્વારા આગ અને કટોકટીના સમયે લેવામાં આવતા પગલાંઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ જાગૃતિના ભાગરૂપે યોજાયો હતો. સાથે સાથે આગ અને કટોકટીના સમયે કેવી રીતે કામ લેવું તેની ફાયર વિભાગના કર્મીઓએ છાત્રોને પ્રેકટિકલ માહિતી સાથે વિસ્તૃત છણાવટ સાથે રસપ્રદ માહિતી આપી હતી.
ટ્યુશન ક્લાસીસમાં આવતા ૪૦ થી વધુ છાત્રોએ ફાયર વિભાગના કર્મીઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી ઉત્સાહભેર પ્રાપ્ત કરી અવગત થયા હતા. કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લોક જાગૃતિ તેમજ નગરની શાળાઓમાં જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે.
યાકુબ પટેલ, કરજણ
Advertisement