બહુચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવત ને સિનેમાઘરો રજુ કરવા મા એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે ત્યારે બીજીબાજુ સુપ્રિમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવત ને દર્શકો માટે ખુલ્લી મુકવાની મંજરી આપી છે.તેવામાં સમગ્ર ગુજરાત મા જુદી જુદી જગ્યાઓએ કરણી સેના ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મ નો વિરોઘ કરી રહ્યા છે ત્યારે આજે 25 જાન્યુઆરીએ કરણી સેના એ ભારત બંઘનુ એલાન જાહેર કર્યું છે તેમાં વિરમગામ શહેરમાં આજરોજ કરણી સેના અને હિન્દુ સેના દ્રારા 25 જાન્યુઆરી ના રોજ વિરમગામ બંઘનુ એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાંરે સવારથી વિરમગામ શહેરના તમામ બજારો સજ્જડ બંઘ રહ્યા હતા અને કરણી સેના ક્ષત્રિય સમાજ અને હિન્દુ સેના તેમજ બ્રહ્મ સમાજ દ્રારા રેલી સ્વરૂપે વિરમગામ શહેરના તમામ માર્ગો પર નીકળ્યા હતા.અને ગોલવાડી દરવાજા પાસે આવેલા સરદાર પટેલ પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.બીજી બાજુ દેત્રોજ સાણંદ શહેર પણ સ્વયંભૂ બંઘ પાડ્યો હતો.જ્યારે માંડલ મા ફિલ્મ પદ્માવત ના વિરોધમાં માંડલ ના રાજપૂત યુવાનોએ બપોરે 12 વાગ્યા આસપાસ માંડલ ની બજારોમાં બાઈક લઈને નીકળ્યા અને દુકાનો બંધ કરાવી દીધી હતી આમ માંડલ માં એ.પી.એમ.સી, ચબૂતરા ચોક, બજારો, બંધ કરાવી દઈ વિરોધ દર્શાવ્યો હતો.એકંદરે બંઘ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
:-પીયૂષ ગજ્જર વિરમગામ