Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ત્રણ લોકોએ ભેગા મળી વાહન માલિક સાથે વિશ્વાસઘાત કર્યો, બચત નાણાં ન આપી વાહનો મેળવી ફરાર થયા

Share

નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના વનીપુરા ગામે રહેતા નઝીરમીયા ચાવડાએ  પોતાની આવક માટે એક પીકઅપ ડાલુ ડાઉનપેમન્ટથી ખરીદ્યુ હતું.  તેઓ તેમનો ૧૩ હપ્તો સમયસર ન ભરી શકતા નઝીરમીયાના મોબાઈલ પર મહિન્દ્રા ફાઈનાન્સ કંપની નડિયાદના મહેન્દ્ર પરમારનો ફોન આવ્યો હતો અને હપ્તા ભરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી હપ્તો લેવા નઝીરમીયાના ઘરે વનીપુરા મુકામે જતો હતો. દરમિયાન છેલ્લે ગત ૨૦ મે ૨૦૨૩ના રોજ આ મહેન્દ્ર પરમાર ઉપરોક્ત વાહનના હપ્તા લેવા માટે આવ્યા હતા. ત્યારે મહેન્દ્રએ નઝીરમીયાને જણાવ્યું કે તમારા વાહનના હપ્તા ભરાતા નથી જેથી તમે આ વાહન બચતમાં મુકી દો તેમ કહ્યું હતું અને તેમના કરમસદ મુકામે રહેતા મિત્ર ભરત રબારી આ કામ કરે છે. જેથી આ નઝીરમીયાએ પોતાનું વાહન બચત પર મુકવા નક્કી કર્યું હતું. બાદમાં વાત કરતા ભરતે કહ્યું કે હું આ પીકઅપ ડાલાના માસિક ૩૦ હજાર રૂપિયા આપીશ અને વાહનનો ડીઝલથી માંડીને મેન્ટેનન્સનો તમામ ખર્ચ જાતે ઉપાડશે અને વાહનને ઓએનજીસીમા મુકવાનો છે તેમ પણ કહ્યું હતું. આથી નઝીરમીયાએ આ પીકઅપ ડાલુ બચતમાં મુકવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ ૨૨ જુન ૨૦૨૩ના રોજ  ભરતભાઈએ પોતાના ડ્રાઇવરને મોકલીને  પીકઅપ ડાલુ મેળવી લીધું હતું, જેમાં વાહનના અસલ કાગળિયા અને બાબતની  નોટરી કરી હતી. બાદમાં મહેન્દ્રભાઈએ બચતના ૨૫ હજાર તેમના ખાતામાં જમા કરાવ્યા હતા અને બીજા ૫ હજાર બે દિવસ પછી વાયદો કર્યો હતો. જોકે મહેન્દ્રભાઈ અને આ ભરતભાઈ ગોળગોળ જવાબો આપતા હતા. આ વચ્ચે ભરતભાઈ રબારી અને વાહન લેવા આવનાર ડ્રાઈવરને ફોન કરતા બંધ આવતા તેમના ઘરે જઈને તપાસ કરતા તેઓ મળી આવ્યા નહોતા.
આથી નઝીરમીયાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં તેઓ તપાસ કરતા હોય આ દરમિયાન આ મહેન્દ્ર પરમાર અને ભરત રબારી તેમજ તેમના ડ્રાઈવરે ઉત્તરસંડાના શખ્સની ઈકો કાર બચતમાં આપવાનું કહી વિશ્વાસઘાત કર્યો છે તેવુ સામે આવ્યું હતું. આ મામલે નઝીરમીયા ચાવડાએ ઉપરોક્ત વિશ્વાસઘાત કરનાર કરમસદના ભરત રબારી, પીપળાતાના મહેન્દ્ર પરમાર અને ભરતભાઈના ડ્રાઈવર સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજના રહિયાદ પાસેની જીએનએફસી ટીબીઆઇ ટુ ના હેલ્પરો વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સ્ટેશન સર્કલ ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીના કામદારોની વિવિધ માંગણીઓને લઇને હડતાળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!