વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં વાસણા-ભાયલી રોડ ખાતે 5.97 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર સહિત તૈયાર કરવામાં આવેલા નવા ફાયર સ્ટેશનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શહેર તથા શહેરની હદ બહાર વિસ્તારમાં ફાયર બ્રિગેડની ત્વરિત સેવાઓ આપી શકાય તે હેતુથી વાસણા ભાયલી ખાતે ફાયર સ્ટેશનનું બાંધકામ ત્રણ વર્ષ અગાઉ ચાલુ કરાયું હતું. જે હવે પૂર્ણ થયું છે. અહીં 13 ફાયર ટેન્ડર ઉભા રાખી શકાય તેવી વ્યવસ્થા છે. બદામડી બાગ દાંડિયાબજાર ખાતે મીની ફાયર સ્ટેશન અન્ડરકન્ટ્રકશન છે. જ્યારે સોમા તળાવ, સયાજીપુરા કમલાનગર, વેમાલી હરણી, કારેલીબાગ ખાતે નવા ફાયર સ્ટેશનો ભવિષ્યમાં કાર્યરત કરવાનું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગોના કારણે 81 મીટર હાઈડ્રોલીક એલીવેટર પ્લેટફોર્મ ખરીદ કરવામાં આવનાર છે. આના માટે 23 કરોડ ખર્ચ થનાર છે, જેમાં 50% ખર્ચ વુડા આપશે.