માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી અગાઉ પકડાયેલ 6,410 કિલો ગૌમાંસના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી ની ટીમે કોસાડી ગામેથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ મહા નિરીક્ષક વી ચંદ્રશેકર પોલીસ અધિક્ષક હિતેષ કુમાર જોયસર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇશરાણી નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ અધિકારી કર્મચારી નાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓ શોધવા અંગે તપાસ હાથ ધરી, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવામાં આવેલ ત્યારબાદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ કિરણસિહ લક્ષ્મણસિંહ તથા પો.કો.અમૃતભાઇ ધનજીભાઇ શૈલેષભાઈ ચંદુભાઈના ઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ૬૪૧૦ કિ.ગ્રામ ગૌમાંસના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમ્મદ સઈદ માંજરા કોસાડી ગામે બસ સ્ટેશન ખાતે ઉભો છે જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે માંગરોળ પોલીસને સોપવામાં આવેલ છે. અગાઉ કોસાડી ગામે ખાડી કીનારે આવેલ કબ્રસ્તાન સામેથી એક ટ્રક નંબર જી.જે ૧૯ વી ૦૮૯૮ મા ૬૪૧૦ કિ.ગ્રામ ગૌમાંસ પોલીસ રેડ દરમ્યાન ટ્રક માથી પકડી પાડ્યું હતું અને ગુનાની તપાસ આરોપીઓ પકડાઈ જતા તેઓની કબુલાતમા જાહેર થયેલ કે ટ્રક નંબર જી.જે ૧૯ વી ૦૮૯૮ મા ૬૪૧૦ કિ.ગ્રામ ગૌમાંસ મળી આવેલ તે ગાયોની કતલ કરવા માટે આ કામે પકડાયેલ આરોપીએ ગાયો લાવી પુરી પાડેલાની વિગત જાહેર થતા તેનુ નામ તપાસ દરમ્યાન વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલ ત્યારબાદ આરોપી મોહંમદ સૈયદ માંજરા રહે કોસાડી ગામ રંદેરા ફળિયુ તાલુકો માંગરોળ પોતાની ધરપકડ ટાળવા સારૂ ત્રણ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીએ આ અગાઉ પણ બે ગુના મા પોતે ગૌમાસ માટે ગાયો કતલ કરવા માટે પુરી પાડેલ હતી જે બન્ને ગુનામા તે પકડાયેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ