Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરોક્કોમાં ભયાનક ધરતીકંપના કારણે તબાહી, 296 લોકોના મોત, 6.8 ની તીવ્રતા

Share

મોરક્કોમાં મોડી રાત્રે 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે જ્યારે 150 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે.

આફ્રિકી દેશ મોરક્કોમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપના કારણે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ હતી જેના કારણે 296 લોકોના મોત થયા હતા જ્યારે 153 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.8 મપાઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરક્કોના મારાકેશ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર નોંધાયુ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ આંચકા અનુભવાયા હતા.

Advertisement

ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાના ૩૬ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સો ટકા રસીકરણ કરાયું.

ProudOfGujarat

ડેડિયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ શક્તિનાથ ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!