Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલનાં ઝંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

Share

માંગરોળ તાલુકાના વાંકલ અને ઝંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા અને મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને આનંદ ઉત્સવ બનાવ્યો હતો.

વાંકલ ગામે સાઈ યુવક મંડળના પ્રમુખ ડો.યુવરાજસિંહ સોનારીયા અને યુવા કાર્યકરો દ્વારા કૃષ્ણ જન્મ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાંકલ ગામે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી અને મટકી ફોડના કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ ઉત્સવ સાથે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. ઝંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો દિનેશભાઈ સુરતી, ઉમેદભાઈ ચૌધરી સહિત ઝંખવાવ ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે ગાંધી જયંતિ નિમિતે ગ્રામસભા યોજાય.

ProudOfGujarat

કોરોનાનાં માહોલમાં મોરવા હડફ કોલેજની અનોખી પહેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

નવસારીમાં જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!