Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ખાલપીયા ગામની સીમમાંથી ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના કેબલ વાયરનો જથ્થો ઝડપાયો

Share

અંકલેશ્વર તાલુકાના ખાલપીયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બિનવારસી હાલતમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાતા રૂ.3.36 લાખના ડી.પી ડબ્લ્યુ એસ કેબલ વાયરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ખાલપીયા ગામ પાસે ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તેની કામગીરીમાં વપરાતા ડી.પી ડબ્લ્યુ એસ કેબલ વાયરને તસ્કરોએ કટર વડે કાપીને ચોરી કરી ખાલપીયા ગામની સીમમાં શેરડીના ખેતરમાં સંતાડી રાખ્યો હતો. જે અંગેની માહિતી LCB ટીમને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા શેરડીના ખેતરમાંથી કેબલ વાયરનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ.3.36 લાખનો 480 કિલોગ્રામ ડીપી ડબલ્યુએસ કેબલ વાયરનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મમાલે LCB પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં 2 હજાર કરોડના રોકાણો માટે 15 કંપનીઓએ MOU કર્યા

ProudOfGujarat

ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા કરનાર ફાંસીની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંથકમાં ઇદે મિલાદ નિમિત્તે મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!