અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે ગોકુળ અષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણજન્મની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાધા વલ્લભ મંદિર વર્ષોથી અંકલેશ્વરનું એક પૌરાણિક તીર્થસ્થાન છે જેમાં પ્રતિવર્ષ તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગુરૂવારના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ ઉત્સાહભેર રાધા વલ્લભ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં કેસર સ્નાન થી લઇ તમામ ધાર્મિક વિધિથી ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને રાધા વલ્લભ મંદિરના સંચાલક મનોજ લાલજી ગોસ્વામી એ સુંદર શણગાર કર્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદી તેમજ બાળ કૃષ્ણને ઝુલણે ઝુલાવવાનો લ્હાવો લઈને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.
Advertisement