Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

Share

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરીજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે આ સાથે સીએમની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Advertisement

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ આ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં ઠેર ઠેર જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ જગ્યાએ લોકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જોડાયા હતા.


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે ભારતી બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : દાહોદ શહેરમાં વેપારીએ પત્ની અને ત્રણ માસુમ દિકરીઓ સાથે સામુહીક આત્મહત્યા કરી લેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!