Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા પ.વ.ડી વિભાગની નિષ્કાળજીના પાપે શહેરનો વિકાસ અવરોધાયો..?

Share

ભરૂચ નગરપાલિકા અવારનવાર કોઈકને કોઈક બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે, તાજેતરમાં જ પાલિકાના કામોના બાકી બિલ મામલે કોન્ટ્રાકટરો દ્વારા પાલિકા સામે મોરચો માંડ્યો હતો, વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરી પાલિકા પાસે વળતરની અપેક્ષા રાખનારા કોન્ટ્રાકટરોની હાલત ભરૂચ નગર પાલિકાના વહીવટ કર્તાઓની રમતમાં દયનિય બની છે.

પાલિકાના પ.વ.ડી વિભાગ અને અધિકારીઓએ જાણે કે કોન્ટ્રાકટરોને નાણાં ચુકવણીમાં ઢીલાસ દાખવી શહેરના વિકાસના કામોને પણ ધીમા કરી મુક્યા છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનને પણ નાણાંની ચુકવણીમાં ઢીલાસ થતી હોય તેઓએ કોન્ટ્રાકટરોના કામનો રિપોર્ટ નથી કરતા જે બાદ કોન્ટ્રાકટરો પણ નાણાંના અભાવે પાલિકામાંથી આવતા અન્ય કામોમાં મંડ ગતિએ કામગીરી કરે છે અને સરવારે શહેરના વિકાસના કામો ધીમી ગતિએ થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

આમ આખે આખા પાલિકાના અણધડ વહીવટના કારણે જ્યાં એક તરફ કોન્ટ્રાકટરો નાણાં મેળવવા માટે ફૂટબોલ જેવી સ્થિતિમાં મુકાયા છે તો બીજી તરફ અધિકારીઓની ઢીલાસ ભરૂચ શહેરના વિકાસની ગતિ ઉપર બ્રેક લગાવવા સમાન બની હોવાનું કહેવાય રહ્યું છે.


Share

Related posts

નર્મદામાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની વર્ચ્યુઅલ માધ્યમ થકી કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચનાં નવગ્રહ મંદિર નર્મદા નદીનાં ઓવારે માં ટુર્નામેન્ટ વસાવા સમાજ દ્વારા ક્રિકેટ યોજાઈ…

ProudOfGujarat

રાજપીપળા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનાં અધ્યક્ષપદે આઝાદીનાં અમૃત મહોત્સવની થનારી ઉજવણીનાં સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!