ભરૂચના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની રંગારંગ ઉજવણી માટે ભરૂચના વિવિધ મંદિરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચના વિવિધ મંદિરો – હવેલીઓમાં મંગળા આરતી, મહા અભિષેક, મહાઆરતી, જાપ, કૃષ્ણ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચના વિવિધ મંદિરોમાં ઉજવણીના ભાગરૂપે મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં.ભરૂચના મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટટું જોવા મળ્યું હતું.
ભરૂચમાં ઘેર ઘેર કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યાં હતાં, અનેક સોસાયટીઓ, ફ્લેટોમાં મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતાં. શૈક્ષણિક સંસ્થાઓમાં ગઇકાલે જન્માષ્ટમી ઉજવણી નિમિત્તે મટકી ફોડ, મટકી ડેકોરેશન, ડ્રેસ કોમ્પીટીશન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. લોકોમાં જન્માષ્ટમીની ઉજવણી માટે અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો.
છેલ્લી ઘડી સુધી ભકતો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્રો, હિંડોળા અને શણગારની ખરીદી માટે ભરૂચના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.આ સમગ્ર તહેવારો દરમિયાન રાજયભરમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં વહીવટીતંત્ર દ્વારા નાગરીકોની સુરક્ષા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યાં હતાં.
ભગવાન શ્રી કૃષ્ણ જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમીના તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ આઠમ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.તેથી તે કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
જન્માષ્ટમી હિંદુઓના વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ દિવસે લોકોએ ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરી હતી. લોકોએ ઘરમાં પણ શ્રીકૃષ્ણનું ગોકુળિયું સજાવ્યું હતું અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો.અને જુદી-જુદી વાનગીઓનો ભોગ કે ૫૬ ભોગ ધરાવ્યો હતો.
જન્માષ્મીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરોમાં અને ઘરોમાં પણ લોકોએ શ્રીકૃષ્ણને અભિષેક, પૂજન અને આરતી કરી હતી.અને મટકી ફોડી હતી. ફૂટેલી મટકીનાં ટુકડાને તિજોરીમાં રાખવો શુકનવંતો માનવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાયો હતો. આ દિવસે લોકોએ ઉપવાસ કર્યો હતો. મંદિરોને શણગારવામાં આવ્યા હતા. રાતે ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. બરાબર રાતે બાર વાગે કૃષ્ણજન્મ થતાં લોકો નાચ્યા હતા, કૂદ્યા હતા, ગુલાલ ઉડાડ્યો હતો.અને ‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’ગાઈને કૃષ્ણ જન્મની વધામણી કરી હતી. પછી પંજરીનો પ્રસાદ વહેંચ્યો હતો. લોકોએ પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કર્યા હતા. ભરૂચના મેઘરાજાનો મેળો ભરાતા લોકો હોંશથી મેળામાં ગયા હતા આનંદ કર્યો હતો.અને ગોરસ ભરેલી મટકી ફોડી હતી. ભરૂચના વિવિધ મંદિરોમાં બરાબર રાત્રે ૧૨ ના ટકોરે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.