ખેડા જિલ્લામાં આજે ગુરૂવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ડાકોર, નડિયાદ, વડતાલ સહિતના જિલ્લાના તમામ મંદિરોમાં રાત્રે
૧૨ વાગ્યાના ટકોરે ભગવાનના જન્મોત્સવને વધાવવા માટે ભકતોનો મહેમરાણ ઉમટી પડશે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. જન્માષ્ટમી પર્વ ધામધૂમથી નડિયાદ શહેરમાં આવેલા મોટાનારાયણદેવ મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવાશે.
આ પર્વ પ્રસંગે રાત્રે ૧૨ કલાકે ભગવાનનો જન્મોત્સવના વધામણાં કરીને ૧૦૧ દિવાની મહાઆરતી યોજાશે. આખી રાત મંદિર ખુલ્લુ રહેશે. વડતાલ
સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી પ્રસંગે રાત્રે ૯ કલાકે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામાંકિત કલાકારો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવશે. નડિયાદ ડભાણ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિતે રાત્રે ૯ થી ૧૨ કલાક દરમિયાન હરિકૃષ્ણ બાળ ધૂન મંડળ દ્વારા ભજન કિર્તન, મટકી ફોડ સહિત કૃષ્ણલીલાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જિલ્લાના તમામ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ ઉજવાશે. અનેક સ્થળો ઉપર શોભાયાત્રા તથા નાના મોટા મેળા ભરાશે.
નરેશ ગનવાણી : નડિયાદ