જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તિમય માહોલ વચ્ચે અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરનાં માટીયેડ ગામે આહીર સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગામમાં શોભાયાત્રા યોજાય હતી જેમાં વિવિધ પ્રકારના શ્રીકૃષ્ણ ભક્તિને અનુરૂપ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, શોભાયાત્રા દરમિયાન ઠેક ઠેકાણે મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં આહિર સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી કૃષ્ણ જન્મોત્સવને ઉમંગ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સમગ્ર ગામ કૃષ્ણની ભક્તિમાં લીન બની ગયું હોય તેમ શેરીએ અને ગલીએ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી જેવા નાદ ગુંજી ઉઠ્યા હતા.
Advertisement