લીબડી હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ ગોકુળ આઠમની રથયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે હાલ લીબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બે અલગ અલગ જગ્યાથી રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારના ફ્લોટ એટલે કે ચલચિત્ર હિન્દુ સમાજના રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દીકરીઓને તલવારબાજી કરાવવામાં આવી હતી.
નારી શક્તિ શું છે તેનો ખ્યાલ લોકોને આપ્યો હતો અને ત્યારે બીજી બાજુ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 51 ફ્લોટ રોડ પર કાઢવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ મટકી ફોડવાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે બકુલભાઈ ખાખી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં કામગીરી કરી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી અને નંદકિશોરભાઈ બંને કામગીરી કરી રહ્યા છે અને હિન્દુ સમાજને આગળ લાવવા માટે વધુમાં વધુ શું કરવું એવી રીતના પણ કામગીરી કરી રહ્યા છે. આજરોજ લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાએ પણ હાજરી આપી હતી અને લીંબડીની પ્રજાને ભાષણ પણ કર્યું હતું ત્યારે બીજી તરફ વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદમાં હાલ ગુજરાતના જાણીતા એવા કમાભાઈને લાવવામાં આવ્યા હતા. લીબડી શહેરની બજારમાં આ રથ શહેરમાં ફર્યા હતા ત્યારે આ બંને હિન્દુત્વને સાથે લખીને ચાલનાર છે ત્યારે લીબડીમાં અલગ અલગ રૂટ ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને શેરીએ શેરીએ જય કનૈયા લાલ કી ના નારા જોવા મળ્યા હતા અને ડીજેના તાલ સાથે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગોકુળ આઠમની રથયાત્રા યોજાઇ
Advertisement