આજ તારીખ 06/09/2023 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખરોડ ગામમાં સાર્વજનિક હાઈસ્કૂલમાં એક અવરનેશ પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો શાળાના પ્રમુખ તથા આચાર્ય ગામ પંચાયતના સભ્યો તથા અંકલેશ્વર તાલુકા પંચાયતના સદસ્ય રવિનાબેન વસાવા હાજર રહી બાળકોમાં અપહરણ માનવ તસ્કરીના કેસો બાળમજૂરી લોભ લાલચથી દૂર રહેવું તથા એક તરફી પ્રેમમા ફસાવું નહીં, કોઈ કેફી દ્રવ્ય ન લેવું, મોબાઈલની ઇનસ્ટાગ્રામથી દૂર રહેવું તથા નાની ઉંમરમાં વાહન ન ચલાવવા ટ્રાફિકનું જ્ઞાન આપ્યું તથા મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબ તથા એસ આઈ કનકસિંહ ગઢવી અને સામાજિક અને રાજકીય આગેવાન અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં 700 થી વધુ બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા.
અંકલેશ્વર : ખરોડ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં અવરનેશ પ્રોગ્રામ યોજાયો.
Advertisement