ભરૂચ તથા આજુબાજુના વિસ્તારમાં કેન્દ્ર સરકારના ગુડસ ટ્રેન, બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે સહિતના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ હોય આ પ્રોજેક્ટરનાં રેલવે ટ્રેકમાંથી ટર્ન આઉટ પ્લેટની ચોરી થઈ હોય જે ચોરીનો ભરૂચ એસ.ઓ.જી એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે.
ભરૂચ એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ગુડસ ટ્રેન પ્રોજેક્ટમાં વાપરવામાં આવેલ ટર્ન આઉટ પ્લેટની ચોરીનો કેટલોક મુદ્દામાલ રહાડપોર ભરૂચની એક ભંગારની દુકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ભંગારના દુકાનદારે આ મુદ્દામાલ ભરૂચના દહેગામ હદ વિસ્તારમાં ચાલતા ગુડસ ટ્રેન પ્રોજેક્ટરની સાઈટ પરથી આરોપીઓએ ત્યાંના સિક્યુરિટી ગાર્ડની સાથે મળી ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું. એસ.ઓ.જી એ મુદ્દામાલ કબ્જે કરી આરોપી (1) મહંમદ સઇદ જમાલુદ્દીન રાયની (2) રફીક શરીફ હસન રાયની (3) ધર્મેશ કાંતિભાઈ સોલંકી નાઓને ઝડપી મુદ્દામાલમાં લોખંડની ટર્ન આઉટ પ્લેટ નંગ 9 કિંમત રૂપિયા 36,000 રિકવર કરી આરોપીઓની કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ વધુ તપાસ અર્થે ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
નવનિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી “ટર્ન આઉટ પ્લેટ” ની ચોરી કરનાર 3 ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી
Advertisement