શિક્ષક દિવસનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો અને આદર્શ શિક્ષક તરીકેના ગુણો વિકસાવવાનો હતો. બાળકોમાં સારા સંસ્કારનો વિકાસ થાય અને નવી પેઢીના પાયાને મજબૂત બને તે હેતુથી આજનો આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ દરેક વિષય શિક્ષકની ભૂમિકા ભજવી અને વર્ગખંડને જીવંત વાતાવરણ પ્રદાન કર્યું હતું. ત્યારબાદ શાળામાં શિક્ષકદિનની ઊજવણી નિમિત્તે એ.વી.રૂમમાં કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. શિક્ષક દિન નિમત્તે સ્પીચ, ગીત અને નાટ્ય પ્રસ્તુતિ કરવમાં આવી હતી.
આચાર્ય તેમના સ્વાગત સંબોધનમાં ગુરુના વિશે માહિતી. ભવન્સ ડાયરેક્ટર રાકેશ સકશેનાજી સચિવ, મેનેજિંગ ડાયરેક્ટર વત્સલા વાસુદેવ મેડમ સર્વે શિક્ષક દિનની શુભેચ્છા સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ દરેક શિક્ષકોને પોતાની ભાવનાની અભિવ્યક્તિ કરતાં કાર્ડ આપ્યાં અને શુભેચ્છા પાઠવી કાર્યક્રમનું સુખદ સમાપન કર્યું.
માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસ ઉજવણી કરાઇ
Advertisement