અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાયે શિક્ષક હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા શિક્ષણવીદ અને વીર નર્મદ યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના પૂર્વ ડીન ડો.વીનોદભાઇ પટેલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. ડો.વીનોદભાઇ પટેલે ઉપ્સથીત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધીત કરતા તેઓએ જ્ણાવ્યું કે એક વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્વ છે એ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજ આપી હતી અને ગુરુનો આદર જળવાય અને એમની દ્વારા પ્રાપ્ત શીક્ષણ થકી પોતાનું અને શિક્ષકનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી.
શિક્ષાનું ખુબ મહત્વ રહ્યું છે, શિક્ષણ વગરના વ્યક્તિની હાલનાં સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે, દરેક વ્યક્તિ ઇચ્છે કે સારુ શિક્ષણ મેળવવું પણ સારું શિક્ષણ લોક, સમાજ અને જરુરતવાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઇએ. શિક્ષકોએ પણ વષોઁની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને છાજે એ મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડશે. શાળા ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાએ જ્ણાવ્યું કે આજના દિવસનું શિક્ષકનાં જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે, આજે આખા દેશમાં શીક્ષક દિવસની ઉજવણી થાય છે, આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરીક ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે,તેના ભાગરુપે છે. આજે દુનીયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશનાં વિદ્યાર્થીઓ દુનીયાને ઉપયોગી થયાં છે અને દુનીયાનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે, આનો જસ કોઇને જતો હોય તો તે આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે. એમની મહેનત, સારા વિચારો અને એમની દુરંદેશી એ સારું શીક્ષણ આપી આજે દુનીયા આશાની નજરથી ભારત દેશની સામે જોઇ રહી છે.
આ પ્રસંગે શિક્ષકોનું સ્નમાન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થીત મહેમાન દ્વરા કરાયું હતું. આ કાર્યકમમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી અને આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શિખને ધ્યાનમાં રાખવાની મનોકામના વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી.