ખેડાના લાલ દરવાજામાં રહેતા ૭૨ વર્ષીય અમૃતભાઇ તા.૨૪ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈ રહ્યા હતા.તે દરમિયાન ઇન્ડિયન કોઈન કંપની નામની એક જાહેરાત જોઈ હતી. જેમાં જૂના સિક્કા અને જૂની નોટ હોય તો આપેલ નંબર પર મેસેજ કરવા જણાવ્યું હતું. નંબર સેવ કરી તેની પાસે રહેલી નોટ અને સિક્કાનો ફોટો સોશિયલ મીડિયા થકી મોકલ્યા હતા. જેથી સામેથી મોબાઇલ ધારકે વૃદ્ધને ફોન કરી સિક્કા અને નોટના મળી કુલ રૂ ૭૫. ૬૦ લાખ નક્કી કર્યા હતા. પરંતુ તે મેળવવા માટે સૌ પ્રથમ આરબીઆઇ બેંકમાં રજિસ્ટર્ડ કરવાનું કહ્યું હતું. વૃદ્ધે પૈસા ભરતા એક પ્રમાણપત્ર મોકલી આપ્યું હતુ. આથી વૃદ્ધને વિશ્વાસ આવતા ફાઇલ ચાર્જ સહિત અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂ ૮૨,૬૯૯ ભર્યા હતા. આ બાદ અજાણ્યા મોબાઇલ ધારકે વૃધ્ધને ઇન્કમ ટેક્સ પેટે રૂ ૨.૨૯ લાખ ભરવાનું કહેતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે અમૃતભાઇ ચતુરભાઇ પનારાની ફરિયાદ આધારે ખેડા પોલીસે અજાણ્યા મોબાઇલ ધારકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ