ભરુચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલ ખાતે કડીવાલા સમાજ ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે તુલ્બાએ નાત શરીફ રજુ કરી હતી. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત સૈયદ સાદાત તેમજ સમાજના વડીલોનું ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ કડિવાલા ઘાંચી સમાજના વડીલોનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ભરૂચના કવિ કે કે રોહિત સાહેબે મંચ પર ઉપસ્થિત સૈયદ સાદાત સાહેબોને ભક્તિ સાગર પુસ્તકો અર્પણ કર્યા હતા.
ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા સૈયદ રફીકઉદ્દીન કયામુદ્દીન સાહેબને ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ ચિન્હ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈયદ રફીકઉદ્દીન કયામુદ્દીન સાહેબના હસ્તે લાભાર્થીઓને ૨૦,૦૦૦ સુધીના ચેક વિતરણ તેમજ રિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમારોહના મુખ્ય વક્તા સૈયદ રફીકઉદ્દીન કયામુદ્દીન સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ આયોજિત કાર્યક્રમમાં અહી હાજર છીએ. વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. સમાજ માટે સેવાકીય પ્રવૃતિઓ કરવી એ ખૂબ નેક કામ છે. કામ કરવાવાળો માનવી છેક સુધી મરતો નથી. ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓની ખુબ સરાહના કરી હતી. દુઆ કરું છું આવા કાર્યક્રમ હંમેશા થતા રહે. સમાજને આગળ લઈ જવા ખાસ આહવાન કર્યું હતું.
દરેક સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે અવિરત કાર્યરત છે. સમાજની સેવાકીય પ્રવૃતિઓની વિશ્વમાં નોંધ લેવાશે એમ જણાવ્યું હતું. માનવતા એક બહુ મોટો ધર્મ છે. કડીવાલા ઘાંચી સમાજ ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃતિઓ માટે બીડું ઉઠાવ્યું છે તે ગુજરાતમાં અગ્રેસર થશે એમ જણાવ્યું હતું. બિન સાંપ્રદાયિકતાઆપણી સાથે છે. વિચારીને આગળ મૂકે છે. મોરારી બાપુને કાર્યક્રમમાં લાવવા પણ તેઓએ કહ્યું હતું. સમાજની યુવા કમિટીને તેઓએ બિરદાવી હતી. યુગની સાથે ચાલવા વિશેષ અનુરોધ કર્યો હતો. સૈયદ ફરીદુદ્દીન સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે હું આપણા લોકોમાં પ્રથમ કાર્યક્રમ છે. કડીવાલા સમાજને અભિનંદન પાઠવ્યા હતા. સમાજ જે એકત્ર થયો છે. તે ખૂબ સારી વાત છે. સમાજ દ્વારા જે સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે તેની સરાહના કરી હતી. એકતા વધશે તો હજુ પણ ઘણા કાર્યો થઈ શકશે. એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. શક્તિ હંમેશા એકતા સાથે છે. એમ તેઓએ જણાવ્યું હતુ. નાની મોટી વાતને સમજ્યા વિના ચર્ચા ન કરો. એમ જણાવ્યું હતું. એકબીજા સાથે નિસ્વાર્થ ઊભા રહેવા ખાસ જણાવ્યું હતું. ડૉ. અરહમ સાહેબ દ્વારા ઘરે ઘરે શિક્ષણ પ્રાપ્ત કરવાના આહવાનને બિરદાવી શિક્ષણ પ્રાપ્ત કરવા વિશેષ અપીલ કરી હતી.
આયોજિત કાર્યક્રમમાં સૈયદ રફીકઉદ્દીન કયામુદ્દીન સાહેબ, સૈયદ ફરિદુદ્દીન મોઇનુદ્દીન, કે કે રોહિત સહિત મોટી સંખ્યામાં કડિવાળા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને કડીવાલા સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી સહિત કાર્યકરોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.