Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન માટેની કીટનુ રાહત દરે વિતરણ કરાયું હતું. જેમાં ઢોલક, મંજીરા, કરતાલ, ખંજરી જેવા સાધનો ભજન મંડળીઓને આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ લોકોને પરિચિત કરવા તેમજ આવનારી પેઢીને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતગાર કરવાનો હતો જેમાં માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ, માંડવી, તરસાડી વગેરે તાલુકાઓની ભજન મંડળીના ભજનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ધર્મ જાગરણ સમિતિ સંયોજક જીગ્નેશ પટેલ, જિલ્લા પરિ યોજના પ્રમુખ રાયસીંગભાઇ ચૌધરી, સુરત જિલ્લા સહ સંયોજક જગદીશભાઈ પટેલ માંગરોળ તાલુકા કાર્યવાહક ધર્મેશભાઈ વસાવા અરવિંદભાઈ વસાવા વગેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

क्या आप दीपिका पादुकोण के फैन है? यह ऐसी 5 फिल्में हैं, जिनका आपको इंतज़ार रहेगा।

ProudOfGujarat

સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર ટોલ ટેક્સ નહીં લેવા પૂર્ણા ગામથી સહી ઝુંબેશ શરૂ કરી છે.

ProudOfGujarat

દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!