Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વણખૂંટા ગામ ખાતે 9 વર્ષીય બાળકને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડાના આતંકના કારણે બાળકે જીવ ગુમાવવા જેવી બાબત સામે આવી છે.

નેત્રંગ તાલુકાના વણખુંટા ગામ ખાતે નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્રભાઈ વસાવા નાઓ ગત સાંજના સમયે વણખુંટા ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હ્તો, તે જ દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયાને ખેંચીને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટને જાણ કરી બાળકની શોધખોળ હાથ ધરી હતી જે બાદ જંગલ વિસ્તારમાંથી મૃત હાલતમાં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.


Share

Related posts

અંકલેશ્વરનાં જકાતનાકા વિસ્તારમાંથી મોટરસાયકલની ઉઠાંતરી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી..

ProudOfGujarat

અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની પ્રદુષણમય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!