Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ આદિત્ય L1 ના સફળ લોંચિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે આદિત્ય L1 ના સફળ લોંચિંગનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉત્સાહમાં જોવા મળ્યાં સાથે સાથે આજરોજ કબડ્ડી મેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આચાર્યએ સવારની પ્રાર્થના સભામાં બાળકને જાણકારી આપી. તેમણે સૌપ્રથમ બાળકને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બતાવ્યું. ત્યારબાદ જાણકારી આપી કે ચન્દ્રયાન-3 ના સફળ ઉતરાણના 9 દિવસ પછી સૂર્યનાં ભેદભરમ સમજવા માટે ભારતની પ્રથમ અંતરિક્ષ આધારિત લેબોરેટરી આદિત્ય એલ-1ના પ્રક્ષેપણની શનિવારે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરાશે. પીએસએલવી-સી57 રોકેટ ઉડાન ભર્યાની 64મી મિનિટે (બપોરે 12.54 વાગ્યે) આદિત્ય એલ-1ને 648 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પ્રથમ નિર્ધારિત કક્ષામાં પહોંચશે.

આચાર્યએ L1 શું છે તેની જાણકારી આપી અને જણાવ્યુ કે આદિત્ય એલ-1 ધરતી અને સૂર્ય વચ્ચે વિશિષ્ટ સ્થળેથી સૂર્યની ગતિવિધિઓ પર સાતેય દિવસ 24 કલાક નજર રાખશે. આદિત્ય એલ-1 સ્થિર રહીને અધ્યયન કરશે. તેને સૂર્ય-પૃથ્વીની પરિક્રમા કરવી નહીં પડે.

Advertisement

સાથે સાથે સાહેબએ એ પણ જાણકારી આપી કે અત્યાર સુધીમાં યુએસ અને યુરોપીયન સ્પેસ એજન્સી (ઇસા) એ 1960 ના દાયકામાં નાસાના પાયોનિયર પ્રોગ્રામથી શરૂ કરીને, સૂર્યમંડળના કેન્દ્રમાં અસંખ્ય પ્રોબ્સ મોકલ્યા છે. જાપાન અને ચીન બંનેએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પોતાના સૌર વેધશાળા મિશન શરૂ કર્યા છે.

ત્યારબાદ આજરોજ ભારત જયારે એક ઈતિહાસ રચવાની વધુ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. આજે માત્ર ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડમી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વનો અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ દિવસના અનુસંધાનમાં આજરોજ ઉત્સાહવર્ધક આયોજન કરવામાં આવ્યું છે. શાળાનાં આચાર્ય શ્રીનાં માર્ગદર્શન હેઠળ આ લોંચિંગનું જીવંત પ્રસારણ બાળકો અને શિક્ષકોને બતાવવાં માટે એ.વી. રૂમમાં આયોજન કરવામાં આવ્યું. આ ગૌરવપૂર્ણ ક્ષણના સૌ સાક્ષી બન્યા. બાળકોએ કાઉન્ટ ડાઉન કરીને ભારતની એક ગૌરવ પૂર્ણ પળના સાક્ષી બન્યા. વિધાર્થીઓએ આદિત્ય L1 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ આ ચાર સ્ટેજને જીવંત પ્રસારણમાં જોયું. આ ધ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે અને વિજ્ઞાન પ્રત્યે તેમની રુચિ વધે છે.


Share

Related posts

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પાડોશીએ દંપતી સહીત ત્રણને માર માર્યો

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ઝઘડિયાના નવી તરસાલી ગામે લાગેલ આગમાં નવ જેટલાં લોકો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!