Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના નવા મેયર તરીકે આ ત્રણ નામોની ચર્ચા, આ તારીખે થશે જાહેરાત

Share

અમદાવાદ શહેરના મેયરની મુદ્દત 9 મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે હવે મેયરના નવા નામો પર ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. શહેરના મેયર પદ માટે ત્રણ નામોની હાલ ચર્ચા થઈ રહી છે. આગામી અઢી વર્ષની મુદ્દત મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે.

આજે અમદાવાદ શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે નવા મેયર તરીકે ત્રણ નામોની હાલ ચર્ચા થઈ રહી છે. જૈન, પટેલ અને ક્ષત્રિય સમાજમાંથી કેટલાક મહિલા ઉમેદવારોના નામ રેસમાં આગળ છે જેમાં શાહીબાગ વોર્ડના કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગા અને શહેરના ડેપ્યુટી મેયર અને નારાણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબેન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. હાલ મેયર પદ માટે લોબિંગ શરુ થઈ ગયું છે. આ સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટને ફરી રિપીટ કરે તેવી સંભાવના છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ ઘણા વર્ષોથી સત્તામાં છે અને હાલ શહેરના મેયર તરીકે ક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમાર છે જેની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે નવા મેયરના નામની જાહેરાત આગામી 11 મી સપ્ટેમ્બરના રોજ થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા.


Share

Related posts

લખનઉમાં PUBG કાંડમાં નવો વળાંક, પુત્રએ પિતાની ઉશ્કેરણીથી માતાની હત્યા કરી.

ProudOfGujarat

વૃંદાવનમાં મુસ્લિમ કારીગરોએ બનાવેલા ભગવાન જગન્નાથના વાઘા સુરત પહોંચ્યા.

ProudOfGujarat

ગીરસોમનાથ-ગાયનેક ડોક્ટર સામે સગર્ભાએ નોંધાવી ફરિયાદ-સગર્ભાએ દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!