Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ચાલતા જુગારધામ પર વિજલન્સે દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી પાડયા

Share

અમદાવાદી દરવાજા બહાર ચાલીના પાછળના ભાગે ઝુંપડામાં ધમધમતા જુગારધામ પર એસ એમ સી ત્રાટકી ૧૫ જુગારીને રૂપિયા ૨.૨૪ લાખના મુદ્દામાલ સાથે પકડી લેવાય છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત વોચ રાખનાર ૮ આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે. વિજલન્સે નડિયાદ ટાઉન પોલીસમાં આ મામલે ગુનો દર્જ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરની વિજલન્સ સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસના માણસોને બાતમી મળી હતી કે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અમદાવાદી દરવાજા બહાર ઉસ્માનભાઈની ચાલીના પાછળના ભાગે ઝુંપડામાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે ગુરુવારની સાંજે દરોડો પાડયો હતો. દરમિયાન ત્યાં જુગાર રમતા ઈસમોમા નાસભાગ મચી ગઇ  હતી. પોલીસે સ્થળ પરથી ૧૫ જેટલા આરોપીઓને પકડી લીધા હતા. ભરતભાઈ ગોવિંદભાઈ રાવળ, એજાઝ હુસેન ઉર્ફે ડોન ગુલામદસ્તગીરી મલેક, સેહબાજહુસેન ગુલામદસ્તગીર મલેક, અબ્દુલકાદિર ઉર્ફે અલ્તાફમયુદીન મલેક, તનવીરહુસેન અફતાબહુસેન મલેક, મુકેશભાઈ બાબુભાઈ ભીલ, મોહમ્મદરફીક ગુલામમુસ્તુફા શેખ, અબ્દુલકાદિર ઉર્ફે કાકા મોબીનખાન પઠાણ, ગુલામઅલી આફતાબહુસેન મલેક, કિશોરભાઈ ઉર્ફે કેવી ભીખાભાઈ રાણા, પ્રતિકભાઈ મનુભાઈ તળપદા, હમિદ ઉર્ફે ફઈ ઉસ્માનભાઈ ખલીફા, જીતેન્દ્ર ઉર્ફે શંભુ વિનુભાઈ તળપદા, અનિલભાઈ કનુભાઈ કહાર અને મહેબુબશા ઈબ્રાહીમ દીવાન (તમામ રહે. નડિયાદ) હોવાનું જણાવ્યું હતું.

Advertisement

પોલીસે અહીંયાથી રોકડ રૂપિયા ૭૭ હજાર ૩૯૦ તેમજ મોબાઈલ ફોન નંગ ૧૨, ત્રણ ટુવ્હિલર વાહનો મળી કુલ રૂપિયા ૨ લાખ ૨૪ હજાર ૮૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. એક પછી એક પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા આ જુગારધામ છેલ્લા એક વર્ષથી દિનેશ ઉર્ફે દિનશા પ્રજાપતિ અને અમન અહેમદહુસેન મલેક ભાગીદારીમાં ચલાવતા હતા. જ્યારે યાસીન ઉર્ફે ટિફિન, ઈરફાન કાજી, મહેબુબ, આસિફ બટુક આ તમામ લોકો જુગારધામ આસપાસ વોચ રાખતા હતા. જ્યારે એક મોપેડનો ચાલક અને જુગારધામમાં લાઈટ પૂરું પાડનાર ઇનાયત ખઉસ્માનભાઈ મલેક મળી કુલ ૮ લોકો વોન્ટેડ છે. પોલીસે આ તમામ ૨૩ વ્યક્તિઓ સામે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : પાનોલી અને હથુરણ રેલ્વે સ્ટેશનની વચ્ચે બાંદ્રા – અમૃતસર એક્સપ્રેસ ટ્રેન હેઠળ એક અજાણ્યા ઇસમે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!