પ્રાપ્ત માહિત મુજબ નર્મદા ડેમનું પાણી કેનાલ મારફતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઇ ડેમનું પાણી ડેડિયાપાડા-સાગબારા,સોનગઢ અને ઉમરપાડા તાલુકા સુધી પહોંચ્યું છે.જે આનંદની બાબત છે.પરંતુ બંને ડેમની મધ્યમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકાના આદિવાસી વિસ્તારના રહીશોને સિંચાઈ કે પીવા માટેના પાણીનું એક ટીપું મળ્યું નથી તે કડવી વાસ્તવિકતા છે. ભરૂચ આઝાદીના ૭૫ વર્ષ નેત્રંગ-વાલીયા તાલુકામાં સિંચાઈ-પીવા માટેના પાણીની કરોડો રૂપિયાની યોજનાની મંજુરી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કયૉ બાદ યોજનાનું કામ શરૂ થયું છે.પરંતુ કામની મુદત પૂર્ણ થયા બાદ નિયત સમયમાં કામગીરી પૂર્ણ નહીં થતાં આદિવાસી વિસ્તારના રહીશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
૨૦૮ કરોડની પાણી-પુરવઠા જુથ યોજનામાં નેત્રંગ તાલુકાના ૯ ઝોન અને વાલીયા તાલુકાના ૬ ઝોનમાં લાખો લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવી અને દરેક ગામોમાં પાણીના સંગ્રહ માટે સંપ બનાવી ગ્રા.પંચાયત મારફતે પીવાના પાણી પહોંચાડવામાં આવનાર છે. પરંતુ નેત્રંગ તાલુકાના યાલ, ખરેઠા, કુંડ, આટખોલ, મોતિયા, ભાંગોરીયા, કોલીવાડા, પોટીયામઉ, નવાપાડા, ગાલીબા, વાલપોર, રૂપઘાટ અને થવા ગામ જ્યારે વાલીયા તાલુકાના કેસરગામ, કરસાડ, ધોલેગામ, પઠાર, મોટીપરા અને સિંગલા ગામમાં જે પાણી સંગ્રહ કરવા માટેના સંપ બનાવાની કામગીરી હજુ બાકી છે. જે ગામમાં સંપ બનાવવાના બાકી છે. જે-તે ગામના સરપંચ ગ્રામ સભાનો ઠરાવ આપતા નથી કે સંપ બનાવા માટે જગ્યા નથી તેવા કારણો રજુ કરે છે એટલે કામગીરી અટકી પડી છે.જ્યારે કેટલાક ગામોમાં સંપ બનાવવા માટે જમીન સંપાદન થઇ ચુકી છે પરંતુ કામગીરી થતી નથી. પરંતુ આખરે દોષનો ટોપલો કોણા માથે નાખવો તે લોકમુખે ચચૉય રહ્યું છે.
નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૯ ગામોમાં તાત્કાલીક પાણીના સંગ્રહના સંપ બનાવાની માંગ
Advertisement