Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે વ્હેલને પાણીમાં તરતી મૂકવાના ગણતરીના કલાકોમાં મૃતદેહ આવતા દરિયાકાંઠે દફનાવાયો

Share

ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે રવિવારની મોડી સાંજે દરિયાઇ ભરતીના પાણીમાં તણાયા બાદ ભરતીનું પાણી ઓસરી જતા આશરે ૩ ટન વજન ધરાવતી ૨૨ ફૂટ લાંબી વ્હેલ માછલી કાદવમાં ફસાઇ જવા પામી હતી. જોકે સતત ૨૪ કલાકની ભારે મહેનત બાદ વ્હેલને સોમવારે બપોરે રેસ્ક્યું કરી બોટ દ્વારા દરિયાઈ ભરતીના પાણીમાં તરતી મુકવામાં આવી હતી.આ વ્હેલનો મૃતદેહ ગણતરીના કલાકોમાં જ મોર ગામના દરિયાકાંઠે ખેંચાઇ આવતા તેનો મૃતદેહ મોડી રાત્રે દરિયાકાંઠે દફનાવવામાં આવ્યો હતો.

ઓલપાડ તાલુકાના કાંઠાના છેવાડાના મોર ગામના દરિયાકાંઠે રવિવારે દરિયાની ભરતીના પાણીમાં એક વ્હેલ માછલી તણાઇ આવી હતી.આ વ્હેલ માછલી કાદવમાં ફસાયાની જાણ રવિવારે મોડી સાંજે મોર ગામના યુવાનોને થતા સરકારીતંત્રના વન અને મત્સ્ય વિભાગ સહિત યુનાવ માછીમારોએ કાદવમાં ફસાયેલ વ્હેલને ખાડો ખોડી પાણી ભરી જીવતદાન આપ્યું હતું.જ્યારે આ વ્હેલને સોમવારે બપોર બાદ દરિયાઇ ભરતીના પાણીમાં રેસ્ક્યું કરી ફરી તરતી મુકવામાં તેઓને જરૂર સફળતા મળી હતી.પરંતુ આ વ્હેલ માછલીનું દરિયાના ઉંડા પાણીમાં મોત થતા તેનો મૃતદેહ ગણતરીના કલોકોમાં રાત્રે ૯ કલાકના સુમારે ફરી દરિયાકાંઠે તણાઇ આવ્યો હતો.જેથી આ બાબતની જાણ વનવિભાગને કરાતા તેમના કર્મીઓ સાથે ઓલપાડ મુકામે કાર્યરત જીવદયા સંસ્થાના સેવાભાવી કાર્યકરોને લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા.જ્યાં દરિયાકાંઠે ગામના માછીમારોની મદદથી જેસીબી મશીન દ્વારા ૧૦ ફૂટ ઊંડો અને ૨૫ ફૂટ પહોળો ખાડો ખોદી તેમાં ૩૦૦ કિલોથી વધુ મીઠું નાંખી વ્હેલ માછલીનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો.જેના પગલે ગ્રામજનો, માછીમારોની મહેનત માથે પડતા તેઓએ ઘેરા શોકની અનુભૂતિ અનુભવી હતી.

આસ્તિક પટેલ : ઓલપાડ

Advertisement

Share

Related posts

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાય

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

ProudOfGujarat

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!