Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા પ્રકૃતિની ગોદમાં આવેલ દેવધાટ ખાતે પ્રાકૃતિક સંવાદ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાના દેવધાટ ખાતે હાલ સોળે કળાએ ખીલી રહેલા પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક સંવાદ યોજાયો. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, સેલવાસ, વલસાડ, નવસારી, તાપી, સુરત અને નર્મદા જિલ્લાના આદિવાસી સમાજ યુવા નેતૃત્વકર્તા ૩૫ જેટલાં લોકો ભેગાં થઇને પ્રાકૃતિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના યુવાઓ એન્ટરપ્રિનિયમ શીપ ક્ષેત્રે, ગ્રામપંચાયત કક્ષાએ પરંપરા રીતે કાયદો બનાવીને ગામનો પ્રશ્નો ગામમાં નિરાકરણ કરવા નિરાકરણ, યુવાઓમાં વધી રહી બેરોજગાર, શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને કળા કૌશલ્ય વિકાસ તરફ ભુમિકા, આદિવાસીત્વનું રક્ત હોવા છતાં આદિવાસી હોવાની સાબિત કરવું.

આજે સમયથી સાથે ટેકનોલોજી વધી રહી તેની સાથે સમાજની પરંપરાઓને ટકાવવી મોટાપહાડ જેવા પ્રશ્નો ગહન ચિંતન કરવાં આવ્યું હતું. ધીરે ધીરે આદિવાસી સમાજ શિક્ષણમાં આગળ વધતાં રીતિરિવાજો, પરંપરા અને પરંપરાગત તહેવારો હવે આવનારપેઢી તેનું જતન કરશે કે પછી તેનું કોઇ ભવિષ્ય હોય શકે સાથે સમાજના પડકારો હાલના સમયમાં ભાઈબહેનો નો વચ્ચે થતા મતભેદો, બાળલગ્નો ની સમાજ પર માઠી અસર જેના લીધે બાળકોમાં કુપોષણની સ્થિતિ થઇ રહી છે, આદિવાસી સમાજ લગ્નો પ્રસંગો દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ સાથે વ્યશન મોટો પ્રશ્ન દારૂ અને ગાંજા તરફ યુવાઓ દોરાય રહ્યો સાથે મોંઘી બાઇકો સાથે અકસ્માત મોટા પ્રમાણમાં થઇ રહ્યો તે તમામ મુદ્દાઓ પર ગહન ચિંતન કરવામાં આવ્યું.

સમરસ ગ્રામ કાછલના માજી સરપંચ જેઓને ગુજરાત સરકાર બેસ્ટ સરપંચ એવોર્ડથી સન્માનિત અને ગામ લેવલે રચનાત્મક કાર્યો કરીને પોતાના ગામને મોડલ બનાવીને આગવી ઓળખ ઉભી કરના નરેનભાઇ ચૌધરી અને હાલની સ્થિતિમાં સમરસ છે અને સંપુર્ણ પણે તમામ ગામ મહિલા સભ્ય છે અને સરપંચ પદે મહિલા છે. જે ગુજરાત પ્રથમ ગ્રામપંચાયત હશે સાથે નારીશક્તિથી સન્માનિત ઉષાબેન વસાવા જેઓ‌ ઓર્ગેનિક ખેતી, સાથે સમાજના બહેનો નાના મોટા પ્રશ્નો અને સમાજના પ્રશ્ન સાથે અગ્રેસર રહીને છે.એન્ટરપ્રિનિયમ શીપ ક્ષેત્રે બ્રિજેસ ભુસારા, પ્રદિપ ધોડીયા, જ્યોતિષ ચૌધરી,પ્રવિણ વસાવા આદિવાસી સમાજ પર સંશોધન કરનાર કેયુર કોંકણી,પર્યાવરણ વૈજ્ઞાનિક અને ક્રિમીનલ એડવોકેટ રોશની પટેલ અને પ્રો બરખાબેન વસાવા સાથે તમામ યુવાઓ વિચાર વિમર્શ કર્યો સંપર્ક કાર્યક્રમ નું આયોજન એક્શન યુવા ગૃપના વિજય વસાવા દ્રારા કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

બ્યુટી એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં અંકલેશ્વરના રશ્મી જોશીને મેન્ટર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં કોરોનાની કપરી સ્થિતિમાં આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા બાબતે નર્મદા બાર એસોશિએશન દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત.

ProudOfGujarat

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!