શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોર ખાતે વ્યસન મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં ગલિયરા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતું તેમજ રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી.
કઠોર વ.દે.ગલિયારા હાઇસ્કુલ ખાતે ‘વ્યસન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યુવાધન વ્યસન મુક્ત રહે તે બાબતે વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમજણ આપવામા આવી હતી તેમજ ઉત્કૃષ્ઠ દેખાવ બદલ વિદ્યાર્થીઓને મંડળના સંચાલકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
રક્ષાબંધન દરેક પર્વમા અનોખો પર્વ છે અને તે ભારતની સંસ્કૃતી તથા માનવીય મૂલ્યોને ઉજાગર કરનાર અનેક આધ્યાત્મિક રહસ્યોને પ્રકાશિત કરનાર તેમજ ભાઈ બહેનનાં વૈશ્વિક સંબંધને સ્મૃતિ અપાવનાર એક પરમાત્માનો ઉપહાર છે તેવામાં કઠોર ગામની વર્ષો જૂની વ.દે. ગલીયારા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અને સાચા માર્ગ પર ચાલી દેશની વિકાસગાથામા સહભાગી થવા પ્રેરીત કરવામાં આવ્યા હતા અને તે બાબતે શપથ લેવડાવામાં આવી હતી.
વ.દે.ગલિયારા હાઇસ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમમા કઠોર કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ મૈસુરીઆ, બ્રહ્માકુમારીના ફાલ્ગુનીબેન, નીરૂબેન, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકો તેમજ ખુબ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.