વડોદરાના ગોત્રી ગોકુળનગર પાસે ગત મોડી રાતે એક મહિલા કારચાલકે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. આથી લોકોનું ટોળું ભેગું થયું હતું. મહિલા નશામાં હોવાની જાણ થતા લોકોએ પોલીસને બોલાવી હતી. દરમિયાન મહિલાએ લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી હતી. આથી મહિલા પોલીસે આરોપી મહિલાને વાનમાં બેસાડીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાના ગોત્રી ગોકુળનગર પાસે ગત મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ એક કારચાલક મહિલાએ અન્ય એક કાર સાથે અકસ્માત સર્જયો હતો. આથી લોકોનું ટોળું એકત્ર થયું હતું. મહિલાએ અન્ય કારમાં સવાર અને ત્યાં ભેગા થયેલા લોકોને ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. આથી આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મહિલાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ગાળો બોલી હતી.
મહિલા પોલીસે આરોપી મહિલાને વાનમાં બેસાડીને ગોત્રી પોલીસ સ્ટેશન લાવી હતી અને મહિલાએ નશો કર્યો હોવાથી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપી મહિલાનું નામ 41 વર્ષીય મોના ચંદ્રકાંતભાઇ હિંગુ હોવાની જાણ થઈ હતી.