Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ આંતરિક કામોની તપાસ મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના જનરલ સૈકેટરી સંદીપભાઈ માંગરોલા દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીને પત્ર લખી ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ આંતરિક કામોની તપાસ થવા બાબતે રજુઆત કરી છે.

સંદીપભાઈ માંગરોલા દ્વારા લખવામાં આવેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અરજદાર ગલચર જયરામ મુળજીભાઈ રહેવાસી ભરૂચ નાઓ દ્વારા ગત તારીખ 17/08/2023 ના રોજ મુખ્ય ઈજનેર પી.આઈ.યુ/આર.ડી/એનએચએમ બિલ્ડીંગ સિવિલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ સેક્ટર 12 ગાંધીનગર નાઓને ભરૂચ જિલ્લા પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ કામોની આંતરિક તપાસ થવા બાબતે રજુઆત કરી હતી.

Advertisement

જે બાદ સંદીપભાઈ દ્વારા પણ ટેલિફોનિક રજુઆત સદર્ભમાં નિયમો અનુસારની કાર્યવાહી કરાવવા બાબતે રજુઆત થયેલ છે, પરંતુ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાવવામાં વિભાગ નિષ્ફળ છે તેમ જણાવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીને રજુઆત કરી તેઓ દ્વારા સબંધિત વિભાગને તપાસના આદેશ આપવા વિનંતી કરી હતી.


Share

Related posts

અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુંઠ નો ગાંગડો મળ્યો એટલે કંઇ ગાંધી ના બની જવાય ! અકલ અને નકલ -એ બે શબ્દો વચ્ચે જોજનો દુર નું અંતર છે!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!