Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદનાં કનીજ ગામે શખ્સનાં ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પીતાં મોત નીપજયું

Share

મહેમદાવાદ પંથકમાં કનીજ ગામે મહિલાને ગામનો એક શખ્સ ફોન પર તો ક્યારેક રૂબરૂ મળી પજવણી કરતો હતો. જેના ત્રાસના કારણે મહિલાએ ઝેરી દવા પી લેતા મોતને ભેટી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં મહિલાને મરવા મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે ઈન્દિરાનગરીમા રહેતા યુવક પોતાના ૪૦ વર્ષિય બા સાથે રહે છે. પોતે નોકરી કરે  છે અને યુવકની બા ઘરકામ તથા મજુરી કામ કરે છે. છેલ્લા બે વર્ષથી  ઈન્દિરાનગરી પાછળ રહેતા જીલુ ભરવાડ નામના વ્યક્તિ અવારનવાર ઈન્દિયાનગરીમાં આવી મહિલાને ખરાબ નજરે જોતો હતો અને ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. ગત નવરાત્રીએ જ આ બાબતે મોટો ઝઘડો પણ થયો હતો. મહિલાના પરિવારજનોની ગેરહાજરીમાં આ જીલુ ભરવાડ મહિલાને ફોન કરી જણાવતાં હતા કે, તું મારી સાથે વાત નહીં કરે તો તને ગામમાં અને સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેથી મહિલા છેલ્લા એક વર્ષથી તણાવમાં રહેતી હતી. ૨૪ મી ઓગસ્ટના રોજ સાંજે યુવક નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે તેમની બા હાથમાં ઝેરી દવાની બોટલ લઈને લથડિયા ખાતા જોવા મળતા ધર્મેશભાઈની નજીક આવી કહ્યું કે જીલુ ભરવાડ આપણા ઘરે આવેલો અને મને કહ્યું કે તું મારી સાથે વાત નહીં કરે તો તને ગામમાં અને સમાજમાં બદનામ કરી નાખીશ તેથી ખુબ જ ડરી ગયેલા અને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. આમ કહી  મહિલા ખાટલામાં ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા હતા. ઘરના સભ્યોએ મહિલાને સારવાર અર્થે નૈનપુર ચોકડી પાસે આવેલ ખાનગી દવાખાનામાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ મહિલાનું કરૂણ મોત નિપજયું છે. આથી આ બનાવ મામલે યુવકે મહેમદાવાદ પોલીસમાં જીલુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી વેબ સિરીઝ ‘Aakhri Sach’ નું ટ્રેલર રિલીઝ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : રૈયાભાઈ રાઠોડની જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં લીંબડી કોંગ્રેસનાં કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું.

ProudOfGujarat

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!