Proud of Gujarat
FeaturedGujaratINDIA

છેતરપિંડીના ગુનામાં ગયેલ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રીકવર કરતી ભરૂચ એસ.ઓ.જી.

Share

ભરૂચ એસ.ઓ.જી. પોલીસે અલગ અલગ રાજ્યોમાંથી છેતરપિંડીથી લોનથી લીધેલ કાર રિકવર કરી હતી.

એસ.ઓ.જી. ની આ કામગીરી અંગે વિગતે જોતા ફરીયાદી તથા તેમના પતિને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઇ પ્રલોભન આપી જુદીજુદી બેંકમાં લોન લઇ ભરૂચ, વડોદરા, અંક્લેશ્વર, મુંબઇ તથા રાયપુર ખાતેના જુદાજુદા શોરૂમમાંથી જુદીજુદી કંપનીઓની ગાડીઓ મેળવી લઇ ગુનાહીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં ગુનો કરતા આરોપીઓ વિરૂધ્ધ અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ થયેલ હતો.

Advertisement

જે આધારે પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે આ ગુનાના આરોપીઓ તથા ગાડીઓની શોધખોળ કરવાની કામગીરી અંગે પોલીસ ઇન્સપેકટર એ.એ.ચૌધરી એસ.ઓ.જી એ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સથી ઉડાણપુર્વકની તપાસ આરંભેલ અને તમામ ટીમો અલગ અલગ રાજયોમાં જઇ સીસીટીવી ફુટેજ, ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સથી નીચે મુજબની ગાડીઓ રીકવર કરેલ છે. જેમાં મુંબઇ(મહારાષ્ટ્ર) ખાતેથી પો.સ.ઇ આર.એસ.ચાવડા તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક કાળા રંગની કીયા સેલ્ટોસ ગાડી મોડલ નંબર- SELTOS GTX 1.5 ની જે ગાડીનો રજીસ્ટ્રેશન નંબર -GJ-16-DK-1162 છે જેનો એન્જીન નંબર-D4FANM718263 તથા ચેસીસ નંબર-MZBET813MNN454014 છે જેની કિ.રૂ.૧૯,૫૦,૦૦૦/- કબજે કરેલ છે.તેમજ ન્યુ દિલ્હી ખાતેથી એસ.ઓ.જી.ટીમ દ્વારા એક કાળા રંગની કીયા સોનેટ ગાડી મોડલ નંબર- SONET HTX ની જે ગાડીનો રજીસ્ટ્રેશન નંબર – GJ-16-DK-0741 છે જેનો એન્જીન નંબર- D4FANM716307 તથા ચેસીસ નંબર- MZBFF813MNN240180 છે જેની કિ.રૂ.૧૨,૫૦,૦૦૦ કબજે કરેલ છે. તેમજ એક કાળા રંગની કીયા સેલ્ટોસ ગાડી મોડલ નંબર- કીયા સેલ્ટોસ D1,5 ની જે ગાડીનો રજીસ્ટ્રેશન નંબર જણાઇ આવેલ નથી જેનો એન્જીન નંબર- DqFANM735940 તથા ચેસીસ નંબર-MZBET813MNN464922 છે જેની કિ.રૂ. ૧૯,૫૦,૦૦૦/- ગુનાના કામે કબજે કરેલ છે.


Share

Related posts

પંચમહાલની વિવિધ કૉલેજોમાં પંચમહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે 4 જુગારીઓને 49,190 ની મત્તા સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

મગજનો લકવો છતાં વડોદરાની 32 વર્ષીય પલકે પુસ્તક લખ્યું ‘I to Can Fly’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!