રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મુલાકાત કરી પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીના ચેરમેનઓ તથા સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી.
આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા કો.ઓપરેટીવ સહકારી સંસ્થાના ચેરમેન અરૂણસિંહ રણાએ પ્રાંસંગિક ઉદ્બોધન આપી મંત્રી જગદીશ વિશ્વકર્માને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
આ પ્રસંગે મંત્રી જગદીશ પંચાલએ પ્રાંસગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રેને ફરી ધમધમતું કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કર્યું છે. કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્રનો વિભાગ ઉભો કરાતા અનેક ફેરફારો થયા છે. જેનો સીધો લાભ સહકારીક્ષેત્રને થયો છે. વધુમાં, મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રમાં કાર્યરત By Laws મોડેલ લાગુ કરાતાં આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થવાનું છે. ખાનગી ક્ષેત્રના બેન્કો જેટલી જ ૨૧ પ્રકારની નવી સુવિધાઓ સહકારી બેન્કોમાં પણ ઉપલબ્ધ થનારી છે. જિલ્લાના તમામ લોકો આવી બેન્કમાં ખાતું ખોલાવીને સહભાગી થાય તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
સહકારીતાને કારણે ગાંમડાઓ સમુધ્ધ બન્યા છે ત્યારે વધુ એક પગલું ભરી તમામ સહકારી આગેવાનો મલ્ટી પર્પઝ મંડળીનું નિર્માણ કરી પોતાના વિસ્તારના યુવાનોને રોજગારી પુરી પાડે તે જરૂરી અને હિતાવહ બની રહેશે.
આ પ્રસંગે, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીના ચેરમેનઓ તથા સેક્રેટરીઓ, જિલ્લા સંઘના ચેરમેન, જિલ્લા ખરીદ- વેચાણ સંધના ચેરમેન, જિલ્લાના પેક્સ સોસાયટીના ચેરમેન અને આમંત્રિત મહેમાનો અને અન્યો લોકો ઉપસ્થિત રહ્યા હતા.