સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફોરેસ્ટ ઓફિસરના મકાનમાં બેદી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે મકાનની દીવારો ધરાશાઈ થઈ હતી. જ્યારે સામાન પણ વેર-વિખેર થયો હતો. આ બ્લાસ્ટમાં ઓફિસરના પત્ની અને પુત્રને ઇજાઓ પહોંચી છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ ફોરેસ્ટ ઓફિસર મનીશ્વર રાજા સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. શુક્રવારે સવારે તેમના મકાનમાં અચાનક ભેદી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના પાડોશીઓ પણ ગભરાઈને બહાર આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ફોરેસ્ટ ઓફિસરના પત્ની અને પુત્રને ઇજાઓ થઈ હતી. જ્યારે તેમના મકાનની દીવાલો ધરાશાયી થઈ હતી. ઉપરાંત, મકાનમાં તમામ સામાન પણ વેર વિખેર થઈ ગયો હતો. ઓફિસરના પત્ની અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ તાત્કાલિક પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટમાં મકાનની સિલીંગ પણ તૂટી હતી. જ્યારે ઠેર ઠેર તિરાડો પડી હતી. ફાયર વિભાગે મકાનને કોર્ડન કરી ભેદી બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું. આ મામલે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ બ્લાસ્ટનું સાચું કારણ જાણી શકાશે. માહિતી છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના પાડોશીઓ પણ ગભરાઈ ગયા હતા.