Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાના ગુનામાં 3 ની ધરપકડ

Share

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બહાર ગઈકાલે રેસિડેન્ટ તબીબ સાથે મારમારીની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હંગામો થયો હતો. મારામારી બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પાડી સિક્યુરિટીની માંગ કરી હતી. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે રેસિડેન્ટ તબીબ ડોક્ટરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પાર્કિંગ બાબતે થયેલ ઝઘડામાં રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કરનાર સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક પર કામ કરનાર સફાઈ કર્મીઓ જ હતા. પોલીસે ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં ભોગ બનનાર રેસિડેન્ટ ડોક્ટર અર્પિતસિંહ શિકરવાએ નોંધાવેલી ફરિયાદના આધારે રાવપુરા પોલીસે 4 શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મારમારીમાં રાવપુરા પોલીસે સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામગીરી કરતા ત્રણ શખસની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઇસમ હજુ પોલીસ પકડથી દૂર છે. રાવપુરા પોલીસે ત્રણ સફાઈ કર્મીઓની ધરપકડ કરી છે. જેમાં 1. હિતેશ રાજુભાઇ ચુડાસમા (ઉં.વ. 32, રહે. કિશનવાડી, વુડાના મકાનમાં), 2. જીગર સંજયભાઈ ઠાકોર (ઉં.વ. 20 રહે, ખોડીયારનગર, સયાજીપુરા વડોદરા), 3. અંકિત ઉર્ફે ખોળો રામજીભાઈ ચુડાસમા (ઉં.વ. 19, રહે.રામાપીરની ચાલી, શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે હાથીખાના વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાકેશ નામનો શખસની ધરપકડ કરવાની બાકી છે. મારમારીની આ ઘટના બાદ રેસિડેન્ટ તબીબોએ હળતાલનો માર્ગ અપનાવ્યો હતો. બાદમાં સયાજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને RMO સાથે રેસિડેન્ટ તબીબોની બેઠક મળી હતી. આ બેઠકમાં રેસિડેન્ટ તબીબોની વિવિધ માંગણીઓને સ્વીકારવાની લેખિત બાંહેધરી આપતા આ હડતાલ સમેટી હતી.

Advertisement

Share

Related posts

ધનોરી ના ખેડૂતે એપલ બોર થકી મેળવી લાખો ની આવક

ProudOfGujarat

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ જિલ્‍લામાં વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરતી મહિલાઓનું સન્‍માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!