રાજ્ય સરકારશ્રી દ્વારા ાતા.૧૮ થી તા.૨૪ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી નિમિત્તે તા.૨૩/૦૧/૨૦૧૮ મંગળવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેલ્વે સ્ટેશન ભરૂચથી જિલ્લા પંચાયત ભરૂચ સુધીની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી દ્વારા સંબોધિત કરવામાં આવેલ હતી. નર્સિંગ શાળાના વિદ્યાર્થીઓ, આશાઓ, એફએચડબલ્યુ અને કચેરીના સ્ટાફ સાથે આશરે ૨૫૦ વ્યક્તિઓ રેલીમાં જોડાયા હતા. રેલી જિલ્લા પંચાયતમાં આવ્યા બાદ સભા ભરીને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આર.સી.એચ અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા ઘટતી જતી દીકરીઓનું પ્રમાણ જાળવવા માટે અને બેટી વધાવો અંગેના જાગૃતતા સંદેશો આપવામાં આવેલ હતો એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એ જણાવ્યું છે.
Advertisement