અમરેકી જવા નિકળેલા 9 યુવાનોની કોઈ ભાળ ન મળતા પરીવારજનોએ આખરે હાઈકોર્ટના સહારો લીધો છે. 6 મહિના પહેલા ગુજરાતથી વિદેશ જવા નિકળેલા 9 યુવાનો ગુમ થયા હતા. પોલીસમાં ફરીયાદ પણ આ મામલે નોંધવામાં આવી છે.
જાન્યુઆરી 2023માં વિદેશ જવા માટે તમામ યુવાનો નિકળ્યા હતા. અમેરીકામાં ગુજરાતીઓ જવાના હતા છેલ્લે 3 ફેબ્રુઆરીના રોજ વાતચીત પરીવાજનો સાથે થઈ હતી. પ્રાંતિજ અને મહેસાણામાં આ મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કરેલી કામગિરીનો રીપોર્ટ આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે. છેલ્લે પરીવાજનોના જણાવ્યા અનુસાર પ્રાંતિજના એખ યુવાને ડોમેનિકામાં વાતચીત કરી હતી.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કામગિરી શું થઈ તેને લઈને રીપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુમ થયેલા યુવાનો મામલે હવે હાઈકોર્ટે જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. ગેરકાયેદસર રીતે ભારતથી અમેરીકા સહીતના દેશોમાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે દિવાલ ફાંદીને કે દરીયાઈ માર્ગે યુવાનો જતા દૂર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ મામલે ગંભીર ઘટનાઓ પણ અગાઉ ગુજરાતમાં બની છે.
ગુજરાતમાંથી વિદેશમાં ગયેલા 9 લોકો ગુમ થયા છે. 6 મહિનાથી આ લોકોનો સંપર્ક સાધી શકાયો નથી. જેમાં 7 યુવાનો અને 2 યુવતીઓ છે. છેલ્લી વખત જ્યારે વાત થઈ ત્યારે સંપર્ક સાધી શકાયો નથી. આ લોકોને શોધવા માટે કયા પ્રકારની કામગિરી કરવામાં આવી તેનો અહેવાલ માગવામાં આવ્યો છે.