ગાંધીનગરની દેહગામ પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સ્પેશિયલ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તમામ વિસ્તારની પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અમરાભાઈના મુવાડા હનુમાનવાસ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી લઈ રૂ. 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દહેગામ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અમરાભાઈના મુવાડા હનુમાનવાસ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીની જગ્યાએ પહોંચી ચારોકોરથી કોર્ડન કરી જુગાર રમતા 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગારની સાહિત્ય, મોબાઇલ મળી કુલ રૂ. 10 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં તેમના નામ સંજય સોલંકી, કિરણસિંહ ચૌહાણ, દશરથસિંહ ચૌહાણ તેમ જ દિપસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ પોલીસે વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે લાલ આંખ કરી છે.