નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ મંદિર ખાતે 74 માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડા દ્વારા યોજવામાં આવ્યો. જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ પારુલબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગ નિમિત્તે જિલ્લા કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, ભાદરવા દેવ મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ તડવી, સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ.સોલંકી, ઇન્ચાર્જ ફોરેસ્ટર કલ્પનાબેન બારીયા, ઇન્ચાર્જ ફોરેસ્ટર રજનીકાંત પરમાર, ખેડૂત લાભાર્થીઓ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ.સોલંકી દ્વારા શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ મમતાબેન તડવી દ્વારા વૃક્ષોનું મહત્વ વિશે સમજ આપી. બાદ ડી.સી.પી નર્સરીના લાભાર્થીઓને ચેકનો વિતરણ કરવામાં આવ્યો. 2000 જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નર્મદાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ મંદિર ખાતે 74 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.
Advertisement