(જી.એન.વ્યાસ)
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષ પહેલા એક એમ્બ્યુલન્સ નર્મદા પ્રોજેક્ટ દવાખાના કેવડીયા ખાતે ફરતી હતી જે એમ્બ્યુલન્સ આજે બિનવારસી હાલતમાં ધૂળ ખાતી જોવા મળી છે જેની જવાબદારી કે તકેદારી લેવા માટે પણ જે તે કચેરી પાસે સમય નથી. કેવડીયા કોલોની ખાતે આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી ધૂળ ખાય છે તો આની તકેદારી રાખવાની જવાબદારી કોની ?? તે પ્રશ્નોએ ચર્ચાનું જોર પકડ્યું છે. નિગમના અધિકારીઓ આ એમ્બ્યુલન્સ વિષે માહિતગાર છે ખરા ? શું આ એમ્બ્યુલન્સની આર.સી બુક કે વિમા પોલિસી છે ખરી ? બિનવારસી હાલતમાં ધૂળ ખાતી એમ્બ્યુલન્સની કાયદેસરની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે ખરા ??
Advertisement