Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શ્યામ ટાયર કંપનીના કોન્ટ્રાકટ કર્મીઓને છૂટા કરી દેવાતા હોબાળો મચાવ્યો

Share

વાગરા તાલુકાનાં સાયખા ઔદ્યોગિક વસાહતમાં આવેલ શ્યામ ટાયર કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મીઓને છૂટા કરી દેવાતા કામદારોએ કંપની બહાર હોબાળો મચાવ્યો હતો. શ્યામ ટેલિબર્ગ ટાયર એલએલપી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં સ્થાનિક કામદારોને છૂટા કરીને બહારના લોકોની ભરતી કરાતી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

અંદાજે 100 થી વધુ કામદારોની રોજગારી છીનવાઇ જતાં બેરોજગારોએ હોબાળો મચાવી રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કંપની સંચાલકો દ્વારા કંપનીમાં કામદારોની જરૂરિયાત નહીં હોવાના બહાના કરી છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપથી ચકચાર મચી ગયી છે. હાલ તો, 100 થી વધુ કામદારોની રોજગારીનો પ્રશ્ન ઊભો થતાં લેબર કમિશનર કચેરી તેમજ લગતા વળગતા વિભાગો દ્વારા આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગાડીનો કાચ તોડી લાખોની મત્તાની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!