અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ફુડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાં પ્રેસર ડાઉન કરી ક્રુડ ઓઇલની ચોરી કરતી ટોળકીને ચોરીના ક્રુડ ઓઇલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.
અંકલેશ્વર રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “ઇકો ગાડી નંબર GJ-16-BG-6545 માં શંકાસ્પદ ક્રુડ ઓઇલના કેરબા ભરી હજાતથી હરીપુરા તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે ઇકો ગાડી સાથે બે ઇસમો રાજેશ રાયજીભાઇ પટેલ રહે, નવા ધંતુરીયા ગામ, મહાશંકર ફળીયું તા- અક્લેશ્વર જી-ભરૂચ તથા પ્રજ્ઞેશ અશોકભાઇ પટેલ રહે, નવા ધંતુરીયા ગામ, રામનગર તા-અંક્લેશ્વર જી-ને પકડી લઇ ઇકો ગાડીમાં ક્રુડ ઓઇલના કેરબા મળી આવેલ જે ઓઇલ બાબતે બન્ને ઇસમોની પુછપરછ કરતા હજાત ગામના બે ઇસમો પ્રવિણ રમણભાઇ વસાવા રહે, હજાત ગામ, પીપળી ફળીયું તા-અંક્લેશ્વર જી-ભરૂચ તથા રમેશ અમરસીંગ વસાવા રહે. હજાત ગામ, કાંટી ફળીયું તા-અંક્લેશ્વર જી-ભરૂચની ક્રુડ ઓઇલ ચોરીમાં સંડોવણી હોવાનું જણાતા તે બે ઇસમોને હજાત ગામ ખાતેથી પકડી લઇ તેઓની પુછપરછમાં બન્ને ઇસમોએ જણાવેલ કે, તા-૨૨ ઓગસ્ટના રાત્રીના હજાત ગામના સ્ટેશનની સામે આવેલ હજાત ગામની સીમ વેલ નંબર-૧૫ માં નીકળતું ફુડ ઓઇલ પાઇપના પ્રેસર વાલ્વને વાંદરી પાના વડે કંટ્રોલ કરી, રબરની પાઇપ વડે ચાલુ લાઇનમાંથી ક્રુડ ઓઇલની ચોરી કરી સરકારી સ્કુલની પાછળ સંતાડી રાખી વહેલી સવારે પકડાયેલ આરોપીમાંથી રાજેશને ફોન કરી આ ક્રુડ ઓઇલ વેચાણ આપેલ હોવાની હકીકત જણાયેલ તેઓની પાસેથી એક કેરબા આશરે ૩૫ લીટર લેખે ૪ કેરબામાં ૧૪૦ લીટર હોય જે એક લીટરની કિં.રૂ.૪૦ લેખે કુલ ૧૪૦ લીટર કિં.રૂ.૫,૬૦૦/- તથા ઇકો ગાર્ડી નંબર GJ-16-BG-6545 કિ.રૂ. ૩,00,000/- તથા રબરની પાઇપ કિ.રુ.૧૦૦/- તથા એક વાદરી પાનું કિ.રૂ. ૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ ૩,૧૬,૦૦૦/- ના મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.