ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામના સામાન્ય પરિવારમાંથી આવતા સુપુત્ર સોએબ અબ્દુર રેહમાન અમદાવાદ ખાતે આયોજિત વેસ્ટ ઝોન સ્પર્ધામાં 50 મીટરની સ્મોલ બોર ફ્રી રાઇફલ પ્રોન ચેમ્પિયનશિપ સ્પર્ધામાં દ્રિતિય ક્રમાક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં 8 રાજ્યોમાંથી 700 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સોએબે 600 માંથી 581 પોઇન્ટ મેળવતા તેઓએ પોતાના માટે એક સિદ્ધિ હાંસલ કરી હતી. આ તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
તેઓએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ BRC બરોડા રાઇફલ કલબના દિપક સાહેબ અને વિકાસ સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધિ પ્રાપ્ત કરતા તેમના પરિવાર, તેમના ઝંઘાર ગામ અને ભરૂચ જિલ્લામાં ખુશી વ્યાપી જવા પામી છે. તેમના આ પ્રદર્શનથી તેમના પિતા ખૂબ જ ખુશ થયા છે અને સોએબને આ સ્તર સુધી પહોંચાડનાર દરેક વ્યક્તિ, મિત્રો અને પરિવારનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement