સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં જી-20 અંતર્ગત “પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ” વિષય પર બાયો-ટેકનૉલોજી વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. ગૌરવભાઈ શાહનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય પ્રજ્વલિત કરી શિક્ષણ વિભાગના વડા ડૉ. આર.બી. પટલે શબ્દો અને પુસ્તકથી સ્વાગત કર્યુ. ત્યારબાદ G20 અંતર્ગત યોજાયેલ યુનિવર્સિટીના 26 વિભાગના વિધાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી શ્રેષ્ઠ નિબંધ લખનાર પાંચ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું.
ડૉ. પ્રીતી ચૌધરીએ મહાનુભાવનો પરિચય આપ્યો. ડૉ. ગૌરવ શાહે એમના વ્યાખ્યાનમાં કહ્યુ હતું કે, “મનુષ્યના કુદરતીચક્ર સાથે હસ્તક્ષેપ કરવાના લીધે પર્યાવરણમાં અણધાર્યો ઓચિંતો બદલાવ આવી રહ્યો છે, જેના લીધે સમગ્ર પૃથ્વી પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. આપણે એવી વસ્તુઓ બનાવવી જોઈએ કે જેનો રિ-યુઝ કરી શકીએ. હાલમાં જ આપણો પાડોશી દેશ ભૂતાન 0 કાર્બન ડાયોકસાઈટ કરી શક્યો છે તો આપણા દેશે પણ આ દિશામાં આગળ વધવું પડશે.” સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રોફેસર ડૉ. કીર્તિ ઠાકરે કર્યુ હતું.