Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના નંદેલાવ નજીક ડમ્પિંગ સાઈડ માંથી મહિલા ની કરપીણ હત્યા કરાયેલ મૃતદેહ મળ્યા ના મામલામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે પતિ ની પ્રેમિકા ની અટકાયત કરી હતી.

Share

ગત ૨૧ તારીખ ના બપોર ના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર ના નંદેલાવ ગામ નજીક ના ડમ્પિંગ સાઈડ માંથી વિકૃત હાલત માં મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે ની ઘટના બાદ પોલીસ તપાસ માં સમગ્ર મામલે હત્યા ને અંજામ મહિલા ના જ પતિ સંદીપ  દ્વારા આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. …..
જયારે આજ રોજ સમગ્ર ચકચારી હત્યા પ્રકરણ ના મામલા માં સહ આરોપી અને મૃતક મહિલા ના પતિ સંદીપ બેરાવાલા  ની પ્રેમિકા અને સાથે નોકરી કરનાર તેમજ શહેર ના મક્તમપુર વિસ્તાર માં આવેલ નારાયણ પાર્ક ખાતે રહેતી અંજના ઉર્ફે અંજુ ખુમાન સિંહ રાજ ની પોલીસે સમગ્ર મામલા મા સધન પૂછપરછ કરતા અંજના ઉફ્રે અંજુ એ સમગ્ર હત્યા કાંડ માં સંદીપ બેરાવાલા સાથે મદદગારી માં હોવાની વાત ની કબુલાત કરતા પોલીસે સંદીપ બેરાવાલા ની પ્રેમિકા અંજના ની અટકાયત કરી હતી ..
ઉલ્લેખનીય છે કે પતિ પત્ની અને વો ની કહાની માં પતિ સંદીપે પત્ની વિલાસ બેન ની કરપીણ હત્યા ને અંજામ આપ્યા બાદ સંદીપ બેરાવાલા એ પ્રેમિકા અંજના રાજ સાથે તેની લાશ ને નંદેલાવ નજીક ડમ્પિંગ સાઈડ ના કચરા ના ઢગલા માં નાખી હોવાનું કબુલાત કરી હતી…આમ પતિ પત્ની અને વો ની ચોંકાવનારી મર્ડર મિસ્ત્રી માં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને પત્ની ના હત્યારા પતિ અને પ્રેમિકા ને ઝડપી પાડવા માં મોટી સફળતા મળી હતી..
હારૂન પટેલ

Share

Related posts

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

ProudOfGujarat

ભરૂચ : ચોમાસાની શરૂઆતે જ વરસાદની ખેંચથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો ચિંતિત…

ProudOfGujarat

અમદાવાદ : પાલડીમાંથી પાંચ લાખના એમડી ડ્રગ્સ સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat
error: Content is protected !!