Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોસ્ટ વિભાગની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અમૂલ ડેરી દ્વારા ૯૬ હજાર જેટલા પશુપાલકોને વીમા કવચ પૂરું પડાયું.

Share

પોસ્ટલ  વિભાગની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સંચાર મંત્રાલય દ્વારા અમલમાં છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાથી ગરીબ અને શ્રમિકોને નજીવા પ્રીમિયમથી રૂ. ૫ લાખ અને રૂ.૧૦ લાખનું વીમા કવચ મળી રહે છે. આ યોજના હેઠળ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના અંદાજિત ૯૬ હજાર જરૂરિયાતમંદ પશુપાલકોને વિમાનો લાભ મળે તે ઉદ્દેશથી રૂપિયા ૨ કરોડ ૭૦ લાખનો ચેક કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના માધ્યમથી પોસ્ટ વિભાગને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ, નડિયાદ મુકામે જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ, મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઇ પટેલ, જિલ્લાના હોદ્દેદારો, મંડલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઉપરાછાપરી ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ

ProudOfGujarat

ભરૂચ : પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો પલાયન.

ProudOfGujarat

ભરૂચ : અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!