મોરબી રાજકોટ બાયપાસ રોડ પર આવેલ નેક્ષસ સિનેમા સામેથી કતલખાને લઇ જવાતા ૯ પશુને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા હતા અને મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે તો ગૌરક્ષક દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ આરોપી રીઝવાન કાસમ માંડલીયા રહે વાંકાનેર અને સલીમ હાસમ અભરાણી રહે ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગૌરક્ષા કમાન્ડો ફોર્સમાં શહેર પ્રમુખ તરીકે કાર્યરત છે તેમજ હિંદુ યુવા વાહિની સંસ્થામાં શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. તા. ૨૦ ઓગસ્ટના બપોરે બાતમીદારે માહિતી આપી હતી કે ટંકારા તરફથી કાળા કલરની તાડપતરી ઢાંકેલ આઈસર પાછળ પાટિયા માર્યા છે જેમાં ભેંસો ભરેલ છે જેને કતલખાને લઇ જવાતા હોય જેથી ચેતનભાઈએ તેના મિત્ર કમલેશભાઈ બોરીચા, જયદીપભાઈ ભલગામડીયા, જયકિશનભાઈ અવાડીયા, પાર્થ નેસડીયા સહિતના ગૌરક્ષકોને જાણ કરી બોલાવ્યા હતા અને મોરબી રાજકોટ બાયપાસ હાઈવે રોડ પર નેક્ષસ સિનેમા સામે વોચ ગોઠવી હતી જેમાં આઈસર જીજે ૦૩ એટી ૨૨૩૪ વાળું પસાર થતા તેને રોક્યું હતું જે આઈસરના ડ્રાઈવરને નીચે ઉતારી નામ પૂછતાં રીઝવાન કાસમ માંડલિયા (ઉ.વ.૩૭) રહે વાંકાનેર રાજકોટ બાયપાસ પચ્ચીસવારીયા વાળો હોવાનું જણાવ્યું હતું અને આઈસરમાં પાછળના ભાગે પાટિયા માર્યા હોય જેમાં દોરડા બાંધીને ભેંસ જીવ નંગ -૮ અને પાડો ૦૧ એમ કુલ ૯ જીવોને દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી ખીચોખીચ ભરેલ હોય અને પાણી કે ઘાસચારાની વ્યવસ્થા રાખી ના હતી અને પશુ લઇ જવાની પરમીટ કે આધાર પુરાવા માંગતા ભેંસ ટંકારા ગામેથી અમારા શેઠ સલીમ હાસમ અભરાણીએ ભરી આપી હોય અને મહેસાણાના અંબાસણ ગામે લઇ જવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.